Bollywood Wedding Season: બોલીવૂડના આ ફેમસ એક્ટરની દીકરી બનશે Iqbal પરિવારની વહુ!!

બોલીવૂડના ફેમસ એક્ટર શત્રુઘન સિન્હાની દીકરી લગ્ન કરવા જઇ રહી છે. ઘણા લાંબા સમયથી તેમના દીકરીના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં જ્યારે સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’માં ફરિદાનના રોલ માટે ઘણી પ્રશંસા મેળવી હતી, ત્યારે હવે તે તેના લગ્નને લઈને ચર્ચામાં છે સિન્હા તેના ડબલ એક્સએલ કો-એક્ટર અને બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેમના લગ્નની ચર્ચાઓ પણ ઘણા સમયથી ચાલી રહી છે. હવે આ કપલના લગ્નની તારીખો સામે આવી છે. સમાચાર છે કે આ કપલ આ મહિને લગ્ન કરશે. સોનાક્ષીના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા-પૂનમ સિંહા તેમની દીકરીના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત છે.

સોનાક્ષી અને ઝહીર 23 જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરવાના છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ છોડીને મુંબઈમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર આ કપલ મુંબઈમાં જ લગ્ન કરશે. જો કે, આ કપલ લગ્નમાં તેમના નજીકના મિત્રોને જ આમંત્રણ આપશે. જો કે લગ્ન બાદ આ કપલ બોલિવૂડ સ્ટાર્સથી શણગારેલી રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.

4-5 વર્ષથી ડેટિંગ કરે છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ અટકળો પર સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવાર તરફથી આ અહેવાલ પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમને યાદ અપાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર છેલ્લા 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ભલે તે બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. બંને હંમેશા મીડિયા સામે એકબીજાને માત્ર મિત્ર કહેતા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *