આવ રે વરસાદ: પ્રી-મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદની આગાહી, જાણો કયારે મળશે ગરમીથી રાહત?

Aav Re Rain: Rain forecast with pre-monsoon activity, know when to get relief from heat?

આ વર્ષે ગરમીઓ તો લોકોને ખૂબ હેરાન કર્યા છે. તાપમાનનો પારો 50 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારો તમામ લોકો માત્ર વરસાદ આવવાની જ રાહ જોઇ રહ્યા છે. હવમાન વિભાગ દ્વારા અવારનવાર ગરમી, હીટસ્ટ્રોકની જ આગાહી કરવામાં આવતા લોકો પણ ત્રાંસી ગયા હતા. ત્યારે હવે તમામ લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી રાહત મળી છે. તેમજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઇ ગઇ છે.

વધુમાં દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તાર પર સક્રિય થયેલી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાઈક્લોનિક સરક્યુલેશન અને ભેજવાળા પવનની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં 41.7 ડિગ્રીએ લોકોએ 44 ડિગ્રી ગરમીનો અનુભવ કર્યો હતો. જ્યારે 9 જૂનથી અમદાવાદમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે છાટાંથી લઈને ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તેમજ શહેરમાં પશ્ચિમ તરફના ભેજવાળા પવનો શરૂ થયાં હતા, જેની અસરથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે ભેજવાળા પવનની અસરથી જમીન તરફથી ફૂંકાતા ગરમ પવનો વાતાવરણમાં ઉપર જવાને બદલે નીચલા લેવલ સુધી રહ્યા હતા. જેથી ગરમી હતી તેના કરતાં 3 ડિગ્રી વધુ વર્તાઈ હતી.

પ્રી-મોન્સૂન અેક્ટિવિટીને ભાગરૂપે 9થી 12 જુન વચ્ચે શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવો વરસાદ જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *