બોલીવૂડમાં ફરી એકવાર ગૂંજી કિલકારી, પણ કોના ઘરે? જાણવા માટે આ વીડિયો જુઓ

બોલિવૂડમાં ફરી એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક્ટર વરુણ ધવનની ખુશીની અત્યારે કોઈ સીમા નથી. વરુણ અને નતાશા દલાલ માતા-પિતા બની ગયા છે. ગત રાત્રે એટલે કે 3જી જૂને તેમના ઘરમાં આનંદ છવાઇ ગયો. દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. વરુણ અને નતાશાને પુત્રી થઇ છે. આ સમાચાર સામે આવતા જ ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ વરુણ અને નતાશાને અભિનંદન પાઠવ્યા છે.

વરુણના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને હોસ્પિટલથી બહાર નીકળતી વખતે આ સારા સમાચાર આપ્યા હતા. વરુણ ધવન અને નતાશા દલાલ લગ્નના બે વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. 3 જૂન, 2024 ના રોજ, નતાશા દલાલને લેબર પેઇનથી પીડાતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વરુણ ધવન હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.

આ દરમિયાન પિતા બન્યા બાદ વરુણ ધવને તેનો પહેલો વીડિયો શેર કર્યો
અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. શેર કરેલ વિડીયો દ્વારા અભિનેતાએ પોતાની પુત્રીના આ દુનિયામાં આગમનનો આનંદ બધા સાથે શેર કર્યો છે. વરુણની પોસ્ટ જોઈને સ્પષ્ટપણે જણાય છે કે તેની ખુશી મેઘ નવ પર છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, અમારી બાળકી, માતા અને બાળક માટે તમામ શુભકામનાઓ માટે આભાર.

નતાશા દલાલ-વરુણ ધવન માતા-પિતા બન્યા
દાદા બની ગયેલા ડેવિડ ધવન જ્યારે પોતાની પૌત્રી અને પુત્રવધૂને મળવા હોસ્પિટલ પહોંચ્યા તો તેમણે ત્યાં હાજર પાપારાઝીને જાણ કરી કે તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. વીડિયોમાં વરુણ ધવન પણ જોવા મળી રહ્યા છે જ્યારે તે તેના પિતા સાથે હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. આ કપલના ફેન્સ અને સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Gujarat Loksabha Election Result LIVE: દક્ષિણ ગુજરાતામં ભાજપનો દબદબો, સુરત બિનહરીફ, જુઓ ભાજપ કેટલી સીટ પર આગળ?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *