03 જૂન 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

03 June 2024 Horoscope: Find out how today will be for you!

મેષ (અ.લ.ઈ) શુભરંગ લાલ
આજે ઉતાવળે આંબા ન પાકે એ યાદ રાખી નિર્ણય લેવો, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ સાથે જ સ્વાસ્થ્ય સચવાય.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
મનોકામનાને સાકાર કરવાની તક મળે, પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે અને પ્રવાસનું આયોજન સંભવ બને.

મિથુન (ક.છ.ઘ) શુભ રંગ: લીંબુ
નાણાકીય સ્થિતિ હળવી થતી જણાય, આપની કોઈ શંકાનું સમાધાન જણાય અને યાત્રા-પ્રવાસ સાનુકૂળ નિવડે.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
ધારેલાં કામ સફળ થતાં જણાય, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને, આવકની ચિંતા જણાય.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવી દે તેવી શક્યતાઓ તથા માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ
ધીરજ અને સંયમ અંગે ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રની પ્રગતિ શક્ય બનશે તેમજ વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જોવા મળે.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
આર્થિક ક્ષેત્રમાં પ્રાણ પુરાય, આપની મહેનત રંગ લાવતી જણાય તેમજ જૂના સંબંધ તાજા થતા જણાય.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
વાતચીતમાં કોઈની સાથે ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી. નવી આર્થિક તક જણાય અને સ્વાસ્થ્ય સચવાય.

ધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
સફળતાનો સ્વાદ ચાખી શકશો, નવા કાર્યનો શુભારંભ સંભવ બને તથા આર્થિક બાબતોમાં સાવધાનીથી આગળ વધવું.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
કાર્યક્ષેત્રમાં અત્યંત ફળદાયી નિર્ણયો લેવાય, સામાજિક કાર્યો આગળ વધે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
આપના કૌશલ્યથી લાભ થતો જણાય, આર્થિક નવીન અવસર મળતા જણાય સાથે જ માનસિક મનોબળ વધે.

મીન (દય.ઝ.થ) શુભરંગઃ લાલ
નિર્ધારિત કાર્ય આગળ વધતાં જણાય, સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ જણાય સાથે જ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.

દિલ્હી CM અરવિંદ કેજરીવાલ 21 દિવસ બાદ આજે તિહાર જેલમાં કરશે સરેન્ડર, ફરી જેલ જતા પહેલા તેમણે…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *