કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે, જાણો શું છે આગાહી?

આ વર્ષે રાજ્યમાં ગરમીએ તમામ રોકર્ડ તોડ્યા છે. તાપમાનનો પારો ખૂબ ઉંચો ગયો હોવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ હવે કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસાને લઇને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું અને સારું આવવાની સંભાવના છે.

દર વર્ષે ચોમાસું જૂનના પહેલા અથવા બીજા અઠવાડિયામાં આવતું હોય છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એકથી બે દિવસ વહેલા ચોમાસુ આવશે તેવી સંભાવના છે. જેથી છેલ્લા કેટલાક સમયથી પડતા આકરા તાપમાંથી લોકોને રાહત મળી શકે. તેમજ ચોમાસું સારુ રહેવાની પણ આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયા બાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની પણ સંભાવના છે. આટલું જ નહિ હળવા વરસાદની સાથે કેટલાક ભાગોમાં 20થી 25 KMની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી પડતી ભારે ગરમીમા તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. જો કે આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જયાં 20-25 km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો પણ થઇ શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *