Safety Check: સુરતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો, જાણો કેમ સ્કૂલ વાહન ચાલકો સાથે મિટિંગ કરાઇ?

રાજકોટની ઘટના બન્યા બાદ સુરતનું તંત્ર સફાળે જાગ્યું છે. સુરત સહિત રાજ્યમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતની વાત કરીઓ તે સુરતમાં જ છેલ્લા 5 દિવસમાં આશરે 700થી વધુ એકમો પર ફાયર NOC મુદ્દે સીલ કરવામાં આવ્યા છે. આ સાથે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અનેક સ્કૂલો અને ક્લાસીસો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આાગામી 13 જૂનથી સુરતમાં શાળાઓ શરૂ થવા જઇ રહી છે. ત્યારે સ્કૂલમાં જતા બાળકોની સુરક્ષા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકો માટે કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે માટે સુરતમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સુરતના તમામ વાન ચાલકોના એસોસિએશન સાથે મીટિંગ કરવામાં આવી, જેમાં વાન ચાલકો માટે તમામ નિર્દેશો સમજાવવામાં આવ્યા હતા.

આરટીઓએ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે કેટલાક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ સ્કૂલ વાનમાં 12 વર્ષથી મોટા 7 વિદ્યાર્થી અને 12 વર્ષની નાનાં 14 બાળકો જ બેસાડી શકાશે એવો આદેશ આપ્યો છે. સ્કૂલ ઓટો રિક્ષા અને વાન માટેના કેટલાક નિયમો નીચે મુજબ છે

  • વાહન આરટીઓમાં પેસેન્જર માન્ય વાહન તરીકે નોંધાયેલ હોવું જોઇએ.
  • વાહનમાં યોગ્ય ફાયર સેફ્ટી સાધનો હોવા જોઇએ.
  • ટ્રાન્સપોર્ટેશનના વાહનનો ચાલુ વર્ષનો ફૂલ વીમો હોવો જોઇએ.
  • ટ્રાન્સપોર્ટેશનનું વાહન બંધ બોડીનું હોવું જોઇએ.

13 જૂન પહેલાં સ્કૂલ વાહનોની સેફ્ટી ચેક કરવા આચાર્યોને આદેશ
આરટીઓએ સ્કૂલોની રિક્ષા, વાન અને બસ માટે ખાસ આદેશ જાહેર કર્યા છે. 13 જૂન પહેલાં સ્કૂલ વાહનોની સેફ્ટી ચેક કરવા આચાર્યોને આદેશ કર્યો છે, જેમાં વાલીઓની મીટિંગ યોજી ટ્રાન્સપોર્ટ સર્વિસની સેફ્ટી માહિતી આપી જાગૃતિ લાવવાની રહેશે. વાહનોમાં નિય કરતા વધુ બાળકો હોય તો વાલીઓએ સ્કૂ, આરટીઓ કે પોલીસને જાણ કરવાની રહેશે. જો વધારે બાળકો હેશ તો સંપૂર્ણ જવાબદારી સ્કૂલના ટ્રસ્ટીની રહેશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *