પ્રેમી માટે પતિને બે વખત આપ્યા છૂટાછેડા, અંતે પ્રેમીએ પણ તરછોડી! જાણો સંપૂર્ણ વિગત

She divorced her husband twice for her lover, and finally her lover left her! Know complete details

સુરતના ઉધનામાં રહેતાં યુવક સાથે 2017માં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી પ્રેમમાં પડેલી 27 વર્ષીય પરિણીતાએ પ્રેમી ખાતર પતિને બે વખત છૂટાછેડા આપ્યા હતા. બહેનના પ્રેમ પ્રકરણથી મોટા ભાઈએ વતનમાં આપઘાત કરી લીધો હતો. સાત વર્ષ લગ્ન વિના રંગરેલીયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ 10 લાખ રોકડાં અને પાંચ તોલા દાગીનાની માંગણી કરી ઘરમાંથી હાંકી કાઢતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી.મળતી માહિતી પ્રમાણે, તેલંગાણાની વતની ભેસ્તાન વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે. 2013માં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા. 2017માં ઈન્સ્ટા.ના માધ્યમથી પ્રશાંત શંકર એડલા (ઉં.વ.35) સાથે પ્રેમમાં પડી હતી. આ યુવકના પ્રેમમાં અંધ થઇ 2018માં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી.વતનમાં માતા-પિતાને આ વાત નાપસંદ પડતાં તેઓ 2019માં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતાં આ યુવતી પતિને ઘરે પરત ફરી હતી. પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતાં ઝઘડાઓ શરૂ થયા હતા. મામલો પોલીસ સુધી પહોંચતાં 2022માં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી.

નાની બહેનની આ હરકતથી તેલંગાણામાં રહેતાં 31 વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતાં તેણે આપઘાત કરી લીધો હતો. ભાઈના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને 2023માં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા. લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌનશોષણ કર્યું હતું.યુવતીએ લગ્ન કરવાનું કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ 10 લાખ રોકડા અને પાંચ તોલા દાગીનાની માંગણી કરી હતી. એટલું જ નહિ 20મી મેએ માતા-પુત્રીએ આ યુવતીને ઉધના દાગીના નગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ ઉધના પોલીસ મથકે રાવ કરી હતી. પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એડલાની ધરપકડ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *