10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર! જાણો વિગત

10-12 supplementary exam time table announced! Know the details

ગત સપ્તાહે ગુજરાત બોર્ડનું ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરીક્ષામાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પરીક્ષા આપવાની વધુ એક તક શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે પણ નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાઓનું ટાઇમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.


મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24 જૂનથી 6 જુલાઇ દરમિયાન ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાઓને લઇને બોર્ડ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે આગામી 24 જૂનથી 4 જુલાઇ દરમિયાન ધોરણ 10ની બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે.


સાથે જ મળતી માહિતી મુજબ, આગામી 24જૂનથી 3 જુલાઈ દરમિયાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાઓ યોજાશે. જ્યારે, 24 જૂન થી 6 જૂલાઈ દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરિક્ષાઓ યોજાશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *