‘અમને બચાવો, સ્થાનિકો મારી નાખશે..’ વિદ્યાર્થીઓની વેદના, હેલ્પલાઈન જાહેર! જાણો સંપૂર્ણ માહિતી.

'Save us, the locals will kill..' Students suffering, helpline announced! Know complete information.

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેના હોબાળા બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી. આ કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. 17 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. હાલ તેઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. તેઓ ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને એમ્બેસીના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ગુજરાત સરકાર પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને સૂચના આપી છે.

કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર 055710041 અને 055005538 પણ 24×7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે.

રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *