શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હતા, ભગવાને પોતાના ધામ બોલાવી લીધા! જુઓ વિડીયો

Devotees were going to visit, God called his abode! Watch the video

હરિયાણાના અંબાલા જિલ્લામાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો. જેમાં મા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતા 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. 15 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી મુજબ, મોહડા ગામ પાસે ભયાનક અકસ્માત થયો હતો. મિની બસમાં લગભગ 25 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મા વૈષ્ણાદેવીના દર્શન કરવા જતાં ઉત્તર પ્રદેશના બુલંદશહરના શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત એટલું જોરદાર હતી કે મિની બસના આગળનો ભાગનો ભુક્કો નીકળી ગયો. પોલીસને આશંકા છે કે અકસ્માત વધુ સ્પીડના કારણે થયો હોઈ શકે છે.

રાહદારીઓ અને પોલીસની ટીમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અંબાલા-દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર મિની બસ અને ટ્રકની ટક્કરને કારણે આ ભીષણ અકસ્માતની ઘટના બની હતી. જે સાતના મૃત્યું થયા છે તેમા એક 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અંબાલા પોલીસે ક્ષતિગ્રસ્ત મિની બસ અને મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *