જય જય ગરમી ગુજરાત: અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર, તાપમાન 45 ડિગ્રીને પાર, બેભાન કરે તેવી ગરમી

ગુજરતામાં આ વર્ષે ગરમીએ તમામ રોકર્ડ તોડ્યા છે. રાજ્યના અનેક શહેરો અગનભઠ્ઠી સમાન તપી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સતત ગરમીનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતવાસીઓ એ આ વખતે આકરી ગરમી વચ્ચે હીટવેવનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહિ હવામાન વિભાગ દ્વારા ગરમીના રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તેમજ ગઇકાલે એમદાવાદ શહેરનું તાપમાન સૌથી વધુ 40ને પાર એટલે કે 56 ડિગ્રી જેટલો નોંધાયો છે.

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત રાજ્યનાં મહાનગરોની હોસ્પિટલોએ હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. 

અમદાવાદમાં ગઈકાલે ગરમીને લગતા 77 કેસ નોંધાયા હતા. જ્યારે ગુજરાતમાં ગરમીને લગતા 224 કેસ નોંધાય હતા. જ્યારે એક સપ્તાહમાં હિટસ્ટ્રોકનાં સૌથી વધુ કેસ ગુરૂવારે નોંધાયા હતા.  23 મે ગુરુવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. 

સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં હીટવેવથી શહેરમાં 9 થી વધુનાં મોત થયા હતા. છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો 36 થી 48 વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *