આરોપીને પકડવા AIIMS ઋષિકેશમાં પોલીસે છઠ્ઠા માળે દોડાવી ગાડી! જુઓ વિડિયો

The police rushed to the sixth floor in AIIMS Rishikesh to catch the accused! Watch the video

ઋષિકેશ AIIMSનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ દર્દીઓની વચ્ચે કાર લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી હતી. વિગતો મુજબ અહીં મહિલા ડોક્ટરની છેડતી બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી અને આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ હતી. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની વચ્ચે પોલીસની ગાડી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

19 મેની સાંજે AIIMS ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે જ સમયે સર્જરી વિભાગમાં હતી મહિલા ડૉક્ટરની નર્સિંગ ઓફિસર સતીશ કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવો શરૂ કર્યા હતા. AIIMSના તબીબોએ ડીનની ઓફિસનો પણ ઘેરાવ કર્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આને ચાલતા AIIMS ઋષિકેશમાં મહિલા ડૉક્ટરની છેડતીના આરોપમાં નર્સિંગ ઓફિસરની ધરપકડ કરવા પોલીસ વાહન છઠ્ઠા માળે વોર્ડમાં પહોંચી હતી. પોલીસ અને સુરક્ષા જવાનોએ વાહન માટે રસ્તો બનાવ્યો હતો.

આ ઘટના મંગળવારે બની હતી, જેનો વિડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આરોપીને પકડ્યા બાદ પોલીસે તેને વાહનમાં બેસાડ્યો અને ઈમરજન્સી મારફતે બહાર આવ્યો. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થિતિ જોઈને પોલીસે ઈમરજન્સી વોર્ડની અંદર પડેલા દર્દીઓ વચ્ચે જીપને હંકારી મુકી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવતા રહ્યા. વોર્ડમાં પોલીસની જીપ જોઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *