20 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

20 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભરંગ: લાલ
આજે પારિવારિક વાતાવરણમાં અનુકૂળતા રહે, વિચારો સકારાત્મક રાખવા તથા આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવી શકાય.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
વાતચીતમાં સંયમ રાખવો, પ્રવાસનું આયોજન સંભવ સાથે જ સાંજના સમયમાં સાનુકૂળતા જણાય.

મિથુન (ક.છ.ઘ) શુભરંગ: લીંબુ કાર્યશ્રેય બીજાને મળતો જણાય, સુષુપ્ત પડી રહેલી
સમસ્યાઓ પુનઃ માથું ઊંચકતી જણાય તથા ઋતુજન્ય
રોગોથી સાચવવું.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી, કાર્યક્ષેત્રમાં નવી તક મળતી જણાય અને જમીન મિલકતનાં પ્રશ્નો દૂર થાય.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
પારિવારિક સહયોગ સારો જણાય, આર્થિક કાર્યોમાં ધીરજથી આગળ વધવું તેમજ આરોગ્ય જળવાઈ રહે.

કન્યા (૫.ઠ.ણ) શુભ રંગ: લાલ
વેપારમાં લાભનો યોગ જણાય, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ તથા વાદ-વિવાદ ટાળવો.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
નિર્ધારિત કાર્ય આગળ વધતાં જણાય, વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થાય તથા આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
ભૌતિક સુખમાં વધારો થતો જણાય, કાર્યક્ષેત્રમાં સાવધાની
જરૂરી સાથે જ મનનાં મનોરથ ફળતાં જણાય.

દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
આર્થિક પ્રશ્નોમાં વિલંબ જણાય, વેપારમાં ધારેલી સફળતા
મળે તેમજ યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
કાર્યક્ષેત્રમાં આશા ફળતી જણાય, રચનાત્મક વિચારો આવે તથા અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી કઠિન પરિસ્થિતિના કારણે સામાન્ય બેચેની જણાય, આવકના સ્ત્રોત્ર વધે અને નાની ઈજાથી સાચવવું.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગ: લાલ
જૂના નાણાકીય પ્રશ્નો આપની બેચેનીમાં વધારો કરે, કૌટુંબિક તણાવનો અંત જણાય અને કાર્યક્ષેત્રમાં કાર્યકુશળતા વધતી જણાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *