ધો 10 અને 12 ના પરિણામ બાદ આવકના દાખલા માટે લાગી આટલી મોટી લાઇન, લોકોને થઈ હાલાકી

સરકારે નાગરિક સુવિધા કેન્દ્રો લોકોની સુવિધા માટે બનાવ્યા છે, ત્યારે અહીં લોકોને ભારે અસુવિધા ભોગવવાનો વારો આવી રહ્યો છે. ધો 10 અને 12 ના પરિણામ આવ્યા બાદ બાળકોની પ્રવેશ પ્રકિયા માટે આવકનો દાખલો મેળવવા લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સુરતમાં વહેલી સવારથી જ આવકના દાખલા માટે સુવિધા કેન્દ્ર પર લાંબી લાઈન લાગી ગઈ છે. લોકોએ આવકનો દાખલો મેળવવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જેના માટે લોકો સવારે પાંચ વાગ્યાથી જ લાઈનમાં ઉભા છે. ટોકન લેવા માટે તેમને વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.

આજે વહેલી સવારથી જ વાલીઓ સુવિધા કેન્દ્ર પર લાઈન લગાવીને ઉભા છે. ટોકન લેવા માટે વહેલી સવારે જાગી લાઈનમાં ઉભા રહેવું પડે છે ત્યારે ગરમીમાં પણ કોઈ વધારાની વ્યવસ્થા તંત્રે ન કરી હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રાઈવેટ સ્કુલમાં જરૂરિયાતમંદ બાળકોને એડમિશન લેવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ માટે વાલીઓની આવકનો દાખલો પણ આપવો પડે છે. ત્યારે આ આવકનો દાખલો મેળવવા માટે અસહ્ય ગરમીમાં લોકોને પોતાના બાળકો સાથે આવકના દાખલા અને જાતિના દાખલા લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે ભારે અવ્યસ્થાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *