ધોરણ 12 પરિણામ: ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1માં 328 વિદ્યાર્થી અને A2માં 4382 વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમક્યા

રાજ્યમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ગુરૂવારે 9 મેએ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યાં છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો. 12ની પરીક્ષાનું પરિણામ બે મહિના બાદ જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 9 કલાકે આ રિઝલ્ટ જાહેર કરાયું હતું. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ-1 અને એ-2માં 4382 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ધો. 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 328 સ્ટુડન્ટ્સ એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે, જ્યારે 1844 સ્ટુડન્ટ્સે એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બી-1 ગ્રેડમાં 2931 અને બી-ટુ ગ્રેડમાં 2994 સ્ટુડન્ટ્સ પાસ થયા છે.

સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.45 ટકા આવ્યું છે. જે અગાઉ 73.27 ટકા જેટલું હતું. કુલ 1703 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે. વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી.

સાયન્સમાં સુરતના સ્ટુડન્ટ્સે 87.84 ટકા રિઝલ્ટ મેળવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહ કોમર્સમાં સુરતનું રિઝલ્ટ 90.45 ટકા રહ્યું છે. જે પાછલા વર્ષ કરતાં વધુ છે. ગયા વર્ષે સાયન્સમાં સુરતનું રિઝલ્ટ 71.15 ટકા હતું, જ્યારે આ વર્ષે તે 87.84 ટકા પર પહોંચ્યું છે. જે ઘણું ઊંચું છે. જ્યારે એ-વન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યાં છે. સારા રિઝલ્ટને પગલે વિદ્યાર્થી, વાલી, અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *