એક સાથે 70થી વધુ ફ્લાઈટો રદ, યાત્રીઓ અટવાયા! જાણો શું છે કારણ?

એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અચાનક આવું મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

શું છે કારણ?

એક સિનિયર ક્રૂ મેમ્બરે આપેલી માહિતી મુજબ મોટી સંખ્યામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સીક લીવ લઇ લેતાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક ફ્લાઈટો મોડી પડી અને અનેકને રદ કરવાની ફરજ પડી હતી. સિવિલ એવિયેશન ઓથોરિટીએ આ મામલે તપાસ હાથ ધરી છે.

આ મામલે એરલાઈન્સે શું કહ્યું?

આ મામલે એક નિવેદન જાહેર કરતાં એરલાઈન્સે કહ્યું કે કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી જતા ફ્લાઈટો મોડી પડી રહી છે. એનું કારણ સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત થઈ રહી છે. આ સાથે જ એરલાઈન્સે કહ્યું કે, જે મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેમને ફુલ રિફંડ કરાશે કે પછી તેમને કોઈ અન્ય તારીખ પર તેમની યાત્રાને રીશિડ્યુલ કરવાની તક આપવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસએ તેના યાત્રીઓને સલાહ પણ આપી છે કે તેઓ એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઈટ્સના સ્ટેટસ ચેક કરી લે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *