ચૂંટણીના એક દિવસ પહેલા ગુજરાતમાં શાળા ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી. શહેર, શાળાના નામ અને સર્વર નો મોટો ખુલાસો થયો

surties

અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર તાત્કાલિક પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે.આ ઘટનામાં સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે હાજર રહી. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. વડાપ્રધાન મોદીના મતદાન સ્કૂલ મથકમાં તતાકાલિક બંદોબસ્ત વધારી દેવાયો છે. આવતીકાલે વડાપ્રધાન મોદી રાણીપથી મતદાન કરશે.

અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમે કહ્યું કે છથી સાત સ્કૂલોને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે.સવારે આઠથી નવ વાગ્યાની વચ્ચે ઈમેઈલ મળ્યો હતો. ધમકીભર્યા ઈમેઈલનું ડોમેન વિદેશી છે.

આટલી સ્કૂલ ને મળી હતી ધમકી….

ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ

ONGC કેન્દ્રીય વિધાલય

શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ

સેટેલાઇટની આનંદ નિકેતન

બોપલ DPS સ્કૂલ તથા ડ્રાઇવ ઇન રોડ પર આવેલી એશિયન સ્કૂલને ધમકી મળી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *