Surat: આ વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે થયું દુષ્કર્મ, પીડિત બાળકી લોહીલુહાણ હાલતમાં…

શહેરના ડીંડોલી વિસ્તારમાં નવાગામ આરડી ફાટક પાસે રહેતા નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર પાંચ વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. દાદા દાદી પાસે રમતી માસુમ બાળકીને બિસ્કીટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયા બાદ નરાધમ ઇસમે માસુમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામે છે. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

જ્યાં બાળકીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. બનાવને પગલે પોલીસે તેના પરિવારની ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે ડીંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલ શ્રીનાથ નગરમાં રહેતો સુરેશ ઉર્ફે સલમાન રામભાઈ ગૌસ્વામી સામે ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાય છે. સુરેશના તેના ઘર નજીકમાં રહેતા પરિચિતની માસુમ બાળકી પર દાનત બગાડી હતી.

માસુમ બાળકીના માતા પિતા કામ અર્થે ગયા હતા. આ દરમિયાન તે તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી. આ તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો. જયાં શરૂઆતમાં તો માસુમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ દાદાને માસુમ બાળકીને બિસ્કીટ આપવાની લાલચ આપીને બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો.

લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જેથી માસુમ બાળકો રડવાનું શરૂ કરી દીધું હતું અને બૂમાબૂમ પણ કરી હતી. આ દરમિયાન સુરેશ ઉર્ફે સલમાન ના ઘર પાસેથી એક મહિલા ચાલતા ચાલતા પસાર થતા તેણે માસુમ બાળકીના રડવાનો અને બૂમોનો અવાજ સાંભળ્યો હતો. જેથી કંઈક અજુગતું થયું હોવાનું લાગતા જ મહિલાએ સજાગતા વાપરી તાત્કાલિક સુરેશ ઉર્ફે સલમાનના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. સુરેશ એ ઘરનો દરવાજો ખોલતાની સાથે જ મહિલાએ ઘરમાં જોતા માસુમ બાળકી જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલી હતી. જેથી ગભરાઈ ગયેલો સુરેશ ઘરમાંથી ભાગી ગયો હતો અને મહિલાએ તાત્કાલિક બાળકીના પરિવારજનોને આ વાતની જાણ કરી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *