ભૂલ કોની? ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, પછી જે થયું જાણીને તમે ચોંકી જશો

બાળકો સાથે અવાર નવાર કેટલીય ઘટનાઓ બનતી હોય છે. જેમકે કોઇ બાળક રમતા-રમતા પડી ગયું હોય, કોઇના ગળામાં સિક્કો અટકી ગયો હોય પરંતુ આ વખતે જે ઘટના સામે આવી એ જાણીને તમે ચોંકી જશો. કડોદરા-પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સટ્રક્શન સાઈડ પર ઘોડીયામાં સુવડાવેલા એક વર્ષના બાળક સાથે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘોડીયામાં સૂતેલા બાળકને કૂતરાએ અચાનક ફાડી ખાધો હતો. જેના કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં લવાયો હતો.

મળતી માહિતી મુજબ તાતીથૈયા ગામ નજીક રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરે છે. તા.3 જુને મોહન અને તેની પત્ની મજુરી કરી રહ્યા હતા. ત્યારે તેમના 1 વર્ષના પુત્ર ગુંજનને ઘોડીયામાં સુવડાવેલુ હતું. ત્યારે એકાએક એક કુતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું. જો કે ગુંજનના રડવાનો અવાજ સાંભળી તેના માતા-પિતા દોડી આવતા ગુંજનને કૂતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. ત્યાર બાદ લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સ્મીમેરમાં ખસેડાયો હતો. તેમજ બાળક હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે.

જ્યાં સર્જરી વિભાગ અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરાઇ હતી. જેમાં બાળકની એક આંખ કાઢવાની નોબત પણ આવી છે. હાલ બાળક આઇસીયુમાં સારવાર હેઠળ છે. સર્જરી વિભાગ અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના તબીબોએ 4 કલાક બાળકની સર્જરી કરી હતી.

બાળકની એક આંખ કાઢવાની નોબત પણ આવી

રખડતાં કૂતરાનો આતંક ખૂબ વધી ગયો છે. કૂતરાએ સૂતેલા માસુમ બાળકના ચહેરાને નિશાન બનાવ્યું હતું. જેમાં તેણે માસુમના પૂરા ચહેરાને ફાડી નાંખ્યો હતો. જેના કારણે સારવાર દરમિયાન એક આંખ કાઢી નાંખવી પડે તેવી સ્થિતિ હોવાથી તબીબોએ તેની એક આંખ કાઢી નાખી છે. આટલું જ નહિ બાળકના ચહેરાના અલગ-અલગ ભાગે બચકાં ભર્યા હોવાથી તબીબોએ સર્જરી દરમ્યાન ચહેરાના ભાગે અને માથાના ભાગે 100થી વધુ ટાંકા લેવા પડ્યા છે. હાલ બાળક આઇસીયુમાં સારવાર હેઠળ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *