Zomato And Swiggyની ટેન્શન વધી, હવે આ શોપિંગ એપ પરથી પણ ફૂડ ઓર્ડર કરી શકાશે

હાલ માર્કેટમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર માટે Zomato અને Swiggy જેવી એપ્સ અસ્તિત્વમાં છે. જેમણે માર્કેટમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. તેમજ બીજી બાજુ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પણ હવે ફૂડ ઓર્ડરની સુવિધા ઉપલબ્ધ કરવા જઇ રહી છે.

વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ સેવા શરૂ કરી શકે છે. આ માટે ફ્લિપકાર્ટ સરકાર સમર્થિત ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે ભાગીદારીમાં છે. આનો અર્થ એ થયો કે યુઝર્સ ટૂંક સમયમાં જ રેસ્ટોરાં અને ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ પરથી ફૂડ આઈટમ્સ ઓનલાઈન ઓર્ડર કરી શકશે. આમાં ડોમિનોસ અને મેકડોનાલ્ડ્સ શામેલ હોઈ શકે છે.

ફ્લિપકાર્ટની ONDC સાથે વાતચીત ચાલુ
રિપોર્ટ અનુસાર ફ્લિપકાર્ટ એકીકરણને લઈને ONDC સાથે વાતચીત કરી રહી છે. તમને જણાવી દઈએ કે ONDCની શરૂઆત ગયા વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે સરકાર દ્વારા એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

Zomato અને Swiggyને મળશે ટક્કર
જો ફ્લિપકાર્ટ ઓનલાઈન ફૂડ સર્વિસ શરૂ કરે છે, તો ઝોમેટો અને સ્વિગીને સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, વપરાશકર્તાઓ તેનો લાભ મેળવી શકે છે. વાસ્તવમાં, ફ્લિપકાર્ટ પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાથી ગ્રાહકો સસ્તું ભોજન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે ONDCના દેશભરમાં 1,200 થી વધુ શહેરોમાં સેલર્સ છે, જેમાંથી નોન-મોબિલિટી સેલર્સની સંખ્યા 1.30 લાખ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *