Bharuch Horrifying Incident: દેરોલ ગામ નજીક 6 જૈન સાધ્વીઓ પર જીવલેણ હુમલો, જાણો શું થયું હતું?

ગુજરાતમાં ગુનાઓ થમવાને આરે જ નથી આવી રહ્યા. રાજ્યમાં અવારનવાર ગુનાઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. ચોરી, હત્યા, અકસ્માત, હુમલા જેવી ઘટનાઓનો દોર ચાલી જ રહ્યો છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભરૂચના દેરોલ ગામના પાટિયા નજીક જૈન સાધ્વીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જે સમાજ માટે એક ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય છે.

ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરમાંથી નીકળી દેરોલ તરફ વિહાર માટે જઇ રહેલા શ્વેતાંબર જૈન સમાજવા 6 સાધ્વીઓ પર એક શખ્સે પીછો કરી હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ દરરોજની જેમ આજે પણ વહેલી સવારે જૈન સાધ્વીજી ભગવંત 4.30 વાગ્યે ભરૂચ શ્રીમાળીપોળ ખાતેથી તેમની પદયાત્રા શરૂ કર઼ી હતી. ત્યારે મહંમદપુરાથી એક વ્યક્તિએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું. આ વ્યક્તિએ પહેલા તેમનો પીછો કરતા કરતા બુમો પાડી તેમને ડરાવાની પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવનનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેમને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું.

જૈન સાધ્વીઓ પાતાના નિયમોને આધીન હોવાથી તેઓ જે તે પૂરૂષની નજીક પણ જઇ શકતા ન હતા. ત્યારે તેમણે આધેડ વયના વ્યક્તિને વારંવાર જતા રહેવા સુચના આપી હતી. તેમ છતાં હુમલાખોરે તેમની વાત ન માની અને અચાનક શખસે સાધ્વીઓ પર પટ્ટા વડે હુમલો કરી , લાત મારી નીચે પાડી માર માર્યો હતો.

જો કે આ જ સમયે કેસલુ ગામના એક વ્યકિતએ આ જોતા હુમલાખોરને ઝડપી પાડી હતી. ત્યાર બાદ ભરૂચ પોલીસને જાણ કરતા પોલીસ તરત ઘટનાસ્થળ પર દોડી આવી અને તાત્કાલિક આરોપીને હિરાસતમાં લીધી હતી. વધુમાં પોલીસે હુમલાખોરની અટકાયત કરી કેસ નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *