રાજકોટ અગ્નિકાંડમાં તાત્કાલિક એક્શન! 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

Immediate action in Rajkot fire! 6 officers suspended

ગુજરાતના રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આમ મોટો એક્શન લેવામાં આવ્યો છે, અને 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરમિશન કે સુરક્ષાના ઇકવીપમેન્ટ જેવા કે, ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ. આને ચાટલા કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમ કે,

નામ હોદ્દો:-
ગૌતમ જોષી આસિસ્ટન્ટ ટાઉન પ્લાન
જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ ઈજનેર
એમ.આર.સુમા R&Bના નાયબ કાર્યપાલક
પારસ કોઠિયા R&Bના તત્કાલીન મદદનીશ
વી.આર.પટેલ પોલીસ ઈન્સપેક્ટર
એન.આઈ.રાઠોડ પોલીસ ઈન્સપેક્ટર

TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32થી વધુ લોકો જીવતા રાખ થઈ ગયાને કાળજું કંપાવનારી ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે 6 આરોપીઓ ધવલ ભરતભાઈ ઠકકર, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદિશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી અને રાહુલ લલીતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરુધ્ધ IPCની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ), 308 (સાપરાધ મનુષ્યવધની કોશિષ), 337 (બેદરકારીથી ઈજા પહોંચાડવી), 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) અને 114 (મદદગારી કરવી) હેઠળ ગુનો દાખલ કરી બે આરોપીઓ યુવરાજસિંહ અને નીતીનની ધરપકડ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *