સૂરજદાદા રૂક જાઓ…રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ હીટવેવની આગાહી, આ જીલ્લાઓમાં ઓરેંજ એલર્ટ

ગુજરાતમાં આ વર્ષે આકરી ગરમીએ લોકોએ ખૂજ બ હેરાન કરી છે. તેમજ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. તે બાદ હવે વધુ 5 દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી તેમ આગાહી કરી છે. ત્યારે અમદાવાદીઓ આજે તોબા પોકારી ઉઠશે. કારણ કે, આજે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જશે. તેમજ દિવસે તો તાપમાનનો પારો ઉંચો રહેશે જ પણ આજે રાત્રે પણ તાપમાન 40 ડિગ્રી રહેશે.

હવામાન વિભાગ દ્વાર 21 મે થી લઈ 25 મે પાંચ દિવસ રાજ્યનાં અલગ અલગ જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગુજરાતમાં અમદાવાદ સહિત તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચ્યો છે. ત્યારે ગઇકાલે એટલે કે મંગળવારે રાજ્યનાં છ શહેરોનાં તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું. તેમજ હિંમતનગરમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જો કે આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

આ વર્ષે ગુજરાતનું સામાન્ય તાપમાન ઊંચું ગયું છે. તેને કારણે હવામાન વિભાગ દ્વારા 45 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ક્રાઇટ એરિયા બદલાતા 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમી નોંધાઈ હોવા છતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, મહેસાણ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *