22 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

22 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભરંગ: લાલ
આજે ભાગ્યનો સાથ મળતો જણાય, કૌટુંબિક સમસ્યા દૂર થતી જણાય અને આપના પ્રયાસનું શુભ ફળ ચાખવા મળે.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
દૃઢ ઈચ્છાશક્તિથી ધાર્યું પરિણામ ભોગવાય, મનભેદ દુર થતા જણાય અને ધર્મ કાર્યનો લહાવો મળે.

મિથુન (ક.છ.ઘ) શુભ રંગ: લીંબુ
પારિવારિક જીવનમાં મીઠાશ જણાય, કાર્યક્ષેત્રના પ્રશ્નોનોનો સકારાત્મક ઉકેલ જણાય, સ્વાસ્થ્ય સાચવાય.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
આર્થિક ક્ષેત્રમાં પ્રાણ પુરાય, મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે તેમજ દિવસભર ઊર્જા જળવાઈ રહે.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, પ્રવાસનું મધુર પરિણામ જણાય, જૂના રોગમાંથી આંશિક રાહત જણાય.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ
ગેરસમજ મનદુઃખ ટાળવા, ચિંતાનાં વાદળ દૂર થતા જણાય પરંતુ કૌટુંબિક મનભેદથી દૂર રહેવું.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
ન બોલવામાં નવ ગુણ સમજવા, નવીન કાર્યરચના સંભવ તથા કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
પારિવારિક દ્વિધાનો માર્ગ જણાય, આર્થિક બાબતોમાં નવી તક જણાય સાથે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે.

દાન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
કાંકરે કાંકરે પાળ બંધાય તેમ સમજીને કાર્ય કરવું, પારિવારિક અવરોધો દૂર થતા જણાય તથા સત્કાર્યમાં દિવસ પસાર થાય.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
તકરારી કાર્યોથી દૂર રહેવું હિતાવહ, દાંપત્યજીવનમાં ઉમંગ-ઉલ્લાસની અનુભૂતિ સંભવ, આરોગ્ય સારું રહે.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતું જણાય અને ખોટા વાદ-વિવાદથી બચવું.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગઃ લાલ
મહત્વના કાર્યમાં ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય, આવકનું પ્રમાણ વધે અને ધીરજથી દિવસ પસાર કરવો હિતાવહ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *