અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીઓની ધરપકડ, તમામ શ્રીલંકાના નાગરિકો, ATS તપાસ શરૂ

આજે અમદાવામાં કોલકાત્તા અને હૈદરાબાદ વચ્ચે ક્વાલિફાયર મેચ રમાવાની છે. ત્યારે આ પહેલા ગુજરાત પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી તમામ આતંકીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ શ્રીલંકાના રહેવાસી છે. આ તમામ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. ગુજરાત પોલીસની ATSએ આતંકીઓની ધરપકડ કર્યા બાદ આ કેસની તપાસ શરૂ કરી છે.

ATS આ તમામ આતંકીઓને ગુપ્ત જગ્યાએ લઈ જઈ પૂછપરછમાં વ્યસ્ત છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદીઓ કયા હેતુથી પહોંચ્યા? તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે, પોલીસે પોરબંદરમાંથી ISIS માટે કામ કરતા કેટલાક શકમંદોની ધરપકડ કરી હતી. ત્યારબાદ આઈએસના ઈન્ડિયા મોડ્યુલનો પર્દાફાશ થયો હતો.

મળતી માહિતી મુજબ તેઓને શ્રીલંકાથી દેશમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ શ્રીલંકાથી ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદથી લક્ષ્યાંકિત સ્થળે પહોંચે તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. એવું પણ સામે આવ્યું છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં તેમના હેન્ડલર્સના આદેશની રાહ જોઈ રહ્યા હતા.

આ આતંકીઓને અલગથી હથિયારો પણ પહોંચાડવાના હતા. ATSએ આ આતંકવાદીઓના ફોનમાંથી એનક્રિપ્ટેડ ચેટ્સ રિકવર કરી છે. ગુજરાતમાં ISISના ચાર આતંકવાદીઓની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ પહેલેથી જ મૌલવી સોહેલ અબુબકર કેસની તપાસ કરી રહી છે. દિલ્હીની જેમ અમદાવાદની 36 શાળાઓને પણ બોમ્બની ધમકી મળી હતી. જો કે ત્યારબાદ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ આ આતંકીઓ અમદાવાદ પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *