હવે હાર્દિક પંડ્યા 2025ની IPL મેચ નહિ રમે! જાણો શું છે કારણ

Now Hardik Pandya will not play IPL matches! Find out what is the reason

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર IPL 2024માં તેની ટીમના ત્રીજા ધીમા ઓવર-રેટના ગુના બદલ પ્રતિબંધ મૂક્યો છે. તે આગામી IPL સિઝનની પ્રથમ મેચ ગુમાવશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ નિર્ધારિત સમયમર્યાદામાં ઓવર પૂરી કરી શક્યું ન હતું.

જેથી પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના ખેલાડીઓને દરેકને 12 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઋષભ પંત પછી હાર્દિક બીજો કેપ્ટન છે, જેને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સનો પંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની રમત ચૂકી ગયો હતો કારણ કે તેને ત્રીજા સ્લો ઓવર રેટના ગુના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *