મોતનું ઇન્સ્ટાગ્રામ લાઇવ: 4ના મોત, વીડિયો જોવા માટે ક્લિક કરો

ગુજરાતના વાસદમાં હાઇવે પર ડ્રાઇવરે તેની સ્પીડિંગ કાર પરનો કાબૂ ગુમાવતાં અને વાહન સાથે અથડાતાં ચાર યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ તમામ યુવાઓ કારમાં મોજ-મસ્તી કરતી વખતે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ કરી રહ્યા હતા. ત્યારે લાઇવ વીડિયો કરતી વખતે જ ઓવર સ્પીડિંગ થવાથી અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઇવ ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં, પાંચેય યુવાનો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર ડાન્સ કરતા અને લાઇવ ઓડિયન્સને બતાવતા કે તેઓ 140 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા હતા. તેમ જોવા મળી રહ્યા છે. ત્યારે લાઇવને કારણે અને ઓવર સ્પીડિંગને કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર અચાનક ટ્રક સાથે અથડાય છે. જેના કારણે કારમાં બેસેલા 5માંથી ચાર યુવાનોનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *