16 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

16 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભરંગઃ લાલ
આજે ગુરુવારના દિવસે પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, સામાજિક માન-સમ્માન વધે અને નવસર્જનનો વિચાર આવે.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
માંગલિક પ્રસંગ આગળ વધે, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય તેમજ વિચારપૂર્વક કાર્ય કરવું.

મિથુન (ક.છ.ઘ) શુભરંગ: લીંબુ
સમસ્યાનો ઉકેલ આવતો જણાય, પારિવારિક અવરોધ દૂર થતા જણાય તથા આર્થિક લાભ સંભવ.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
અગત્યની યોજનાનો અમલ થાય, ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી સાથે જ માનસિક શાંતિ અનુભવાય.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
નાણાકીય સફળતા હાંસલ થતી જણાય, સામાજિક કાર્યોમાં સાનુકૂળ તક જણાય અને કારણ વગરની ચિંતા કરવી હિતાવહ નથી.


કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ
કાર્યક્ષેત્રમાં મતભેદો દૂર થતા જણાય, આર્થિક પ્રગતિનો માર્ગ ખેડાય તેમજ સામાજિક સંબંધમાં મીઠાશ વધે.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ, અતિ ભાવુકતાથી સાવધ રહેવું અને સત્કાર્યમાં દિવસ પસાર થાય.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાશ ના થવું, પડતર સમસ્યાનો ઉકેલ જણાય સાથે જ આર્થિક યોજનાનું આયોજન સંભવ.

દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
સકારાત્મક અભિગમ રાખવો, સફળતાનો સ્વાદ ચાખવા મળે સાથે જ દિવસ ધીરજથી પસાર કરવો.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
આર્થિક નિર્ણય વિચારીને લેવો, દાંપત્યજીવનમાં શાંતિ
જળવાઈ રહે અને કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય, નવા સંબંધની શરૂઆત સંભવ તથા સત્કાર્યમાં દિવસ પસાર થાય.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગ: લાલ
મહેનતનું મધુર ફળ ચાખવા મળે, સામાજિક જવાબદારીમાં વધારો જણાય તેમજ દિવસ આનંદમય રીતે પસાર થાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *