દર્શનાર્થીઓમાં ખુશીનો માહોલ! કેદારનાથ ધામના કપાત ખુલ્યા

The atmosphere of happiness among the visitors! Deductions of Kedarnath Dham opened

ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગય છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદારધામ પહોંચી ગયા અને જય કેદારના નાદથી ગુંજી ઉઠીયા.

કેદારનાથ ધામના પ્રમુખ રાવલ ભીમાશંકર લિંગે મંદિરના દરવાજા સંપૂર્ણ વિધિ સાથે સવારે 7.10 વાગ્યે કપાત ખોલ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. આ પછી યમુનોત્રી ધામના દ્વાર સવારે 10.29 કલાકે અને ગંગોત્રી ધામના દ્વાર સવારે 12.25 કલાકે ખોલવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સવારે સાત વાગ્યે કેદારનાથ ધામમાં દર્શન અને નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

તે જ સમયે, બદ્રીનાથના દરવાજા ખુલવા માટે ભક્તોએ થોડી વધુ રાહ જોવી પડશે. બદ્રીનાથ ધામના દ્વાર રવિવારે 12મી મેના રોજ સવારે 6 વાગ્યે ખોલવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *