BREAKING NEWS: ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ આ તારીખે થશે જાહેર

ગુરૂવારે ગુજરાતમાં ધોરણ 12 અને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ના પરિણામની પણ જાહેરતા કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) 11મી મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. એકવાર જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમના સ્કોરકાર્ડ ચેક કરી શકશે.

તેમજ આ પરિણામ તપાસવા માટે ઉમેદવારોએ તેમના રજીસ્ટ્રેશન નંબર/ રોલ નંબર અને પાસવર્ડને કી કરવાની જરૂર છે. સુરતના આશરે 1.91 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષામાં બેસવા માટે નોંધણી કરાવી છે.

સત્તાવાર જાહેરાત મુજબ, ગુજરાત GSEB ધોરણ 10નું SSC પરિણામ 11 મેના રોજ જાહેર કરશે. જ્યારે GSEB એ પરિણામનો સમય જાહેર કર્યો નથી, જો ક, તે સવારે 9 વાગ્યે બહાર આવવાની ધારણા છે. પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ તેને સત્તાવાર વેબસાઇટ – gseb.org પરથી એક્સેસ કરી શકે છે.

આ વર્ષે બોર્ડે ધોરણ 10ની પરીક્ષા 16 ફેબ્રુઆરીથી 4 માર્ચની વચ્ચે યોજાઇ હતી. ધોરણ 10 માટે ગુજરાત બોર્ડની પરીક્ષા રાજ્યના 347 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. બોર્ડના અધિકારીઓએ છેતરપિંડી અને અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરવાના કિસ્સાઓ ચકાસવા માટે પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત પણ લીધી હતી.

ગયા વર્ષે 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓનું પરિણામ 25 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પહેલાં, 28 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓનું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *