ભાર ઉનાળામાં અંબાલાલ પટેલે કરી આગાહી! જાણો ક્યારથી પડશે વરસાદ?

Ambalal Patel predicts heavy summer! Know when it will rain?

ગુજરાતમાં હાલ યલો એલર્ટ એટલે કે કાળઝાળ ગરમી પડી રહી છે. સતત આકરા તાપ વચ્ચે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરી છે કે, ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે. જેને લઈ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ગરમીથી રાહત મળે શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર હવામાનને લઈને અવનવી આગાહી કરતા હોય છે. આ વખતે તેમને વહેલું ચોમાસુ આવશે તેવી આગાહી કર્યા કહ્યું છે કે ગુજરાતમાં 10થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ કે છાંટા પડશે. અંબાલાલ પટેલે કહ્યુ કે, ગરમીમાં ઘટાડો તો થશે પરંતુ પછી પુન:ગરમી વધશે. મે અને જૂનમાં દરિયાકિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાશે.

આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 24મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના છે. જે ખેડૂતો માટે હર્ષોલ્લાસ ની વાત છે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *