આવતીકાલે ગુજરાત સહિત 11 રાજ્યોમાં મતદાન, કુલ 25 બેઠકો પર આકરી ગરમીમાં કરાશે મતદાન

દેશભરમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્રીજા તબક્કાના મતદાનમાં દેશભરની 93 બેઠકો પર મતદાન યોજાશે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) ના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે 7 મેના રોજ થશે, જ્યારે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. 28 વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે. આ પહેલાં 1996માં ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાયું હતું.

ગઇકાલે સાંજથી ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આમાં ગુજરાતની 26 બેઠકોની સહિત દેશભરમાં કુલ 93 બેઠકો પર મતદાન યોજાશે. આજથી તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા છે. ગુજરાતની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ 21 એપ્રિલે નામંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.

7 મેના રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે અને તાપમાનનો પારો પણ 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મતદાનના દિવસે અમદાવાદમાં આ સિઝનનું હાઇએસ્ટ તાપમાન હશે.

12 રાજ્યોની 94 બેઠકો જ્યાં મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની 10, બિહારની પાંચ, મધ્યપ્રદેશની આઠ, પશ્ચિમ બંગાળની ચાર, મહારાષ્ટ્રની 11, કર્ણાટકની 14, છત્તીસગઢની સાત, ગોવા, દમણની બે બેઠકો દીવ 2, જમ્મુ અને કાશ્મીરની એક બેઠક અને ગુજરાતમાંથી તમામ પચીસ બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 1229 પુરુષ અને 123 (9%) મહિલા ઉમેદવારો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *