લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં 29500 ઇમારત, 50 હજાર મતદાન બૂથ પર શાંતિપૂર્ણ વોટિંગ માટે પોલીસની કડક તૈયારી- DGP

આવતીકાલે ગુજરાત સહિત દેેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન થનાર છે. જે માટે ગુજરાતના DGPએ પોલીસ તરફથી શાંતિપૂર્ણ વોટિંગ માટે કરવામાં આવેલા ચૂસ્ત બંદોબસ્ત વિશેની વાત કરી છે. તેમજ મતદાન કરવા બૂથ પર પહોંચેલા મતદારોને કોઇ તકલીફ ન પડે તે માટેની પણ તમામ તકેદારીઓ હાથ ધરવામાં આવી છે. જો કે 7 મેના દિવસે ગુજરાતમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તે માટે ગુજરાત પોલીસ દ્વારા મતદારો માટે ખાસ ગાઇડલાઇન્સની પણ જાહેરાત કરવામાં આવી છે.

DGP વિકાસ સહાયે જણાવ્યું કે દરેક મતદાન મથકો પર યોગ્ય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતના 29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન થશે.

સેક્ટર મોબાઈલની વ્યવસ્થા અને EVM ગાર્ડની વ્યવસ્થા ઇલેક્શન કમિશનના આદેશ અનુસાર કરાઈ છે. બોર્ડર સીલ કરવા 133 બોર્ડર ચેકપોસ્ટ ઉભી કરાઈ હતી. ચેકપોસ્ટ પર સારી કામગીરી થઈ છે. ચૂંટણી પંચની સૂચના અનુસાર સારી કામગીરી થઈ છે. આજે અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ થ્રેટનો મેલ મળ્યો હતો. જેથી અમે તપાસ કરાવી છે પણ કઈ જ મળ્યું નથી અને તમામ સ્કૂલ પર પૂરતો પોલીસ બંદોબસ્ત છે. આથી અમદાવાદીઓ કાલે મતદાનના દિવસે મત આપવા બાબતે ગભરાશો નહીં.

તેમણે વધુમાં કહ્યું કે મતદાન મથક પર તો સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશે જ પરંતુ તે સાથે-સાથે સતત દરેક બુથ પર પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવશે.મોબાઇલ પેટ્રોલિંગમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ એમ બન્ને જોડાશે. આ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત રહેશે, જે દરેક સ્થતિમાં ઝડપથી રિસ્પોન્સ આપશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *