“માણસના દેહમાં રાક્ષશ” કર્મકાંડી બ્રાહ્મણે પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ!

"Monster in human flesh" ritualistic Brahmin committed adultery with married woman!

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી બે સંતાનની 42 વર્ષીય માતાને ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે તેવુ કહી વિધી કરવાના બહાને મહિલાના ઘરે આવી અવારનવાર દુષ્કર્મ આચરનાર 41 વર્ષીય મેડીકલ રીપ્રેઝન્ટેટિવ એવા બે સંતાનના પિતા કર્મકાંડી બ્રાહ્મણની ઉત્રાણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયાના મારફતે આ પાખંડી બ્રાહ્મણને મળી હતી

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી બે સંતાનની 42 વર્ષીય માતાને ત્યાં ઘણા સમયથી આર્થિક તંગી હતી. ઉપાય માટે પરિણીતા સોશિયલ મીડિયાના મારફતે આ પાખંડી બ્રાહ્મણને મળી હતી. તે બાદ આ બ્રાહ્મણ તેના ઘરે આવ્યો અને ઘરનું વાસ્તુ જોઈ કહ્યું કે, ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે. ત્યાર બાદ વિધી કરવાના બહાને મગના અને અડદના દાણા લાવ્યો હતો અને પરિણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઉભી રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહી કીસ કરવાની કોશીશ કરી હતી.

ફોટા વાયરલ કરવાની ધમકી

પરિણીતાએ ના કહેતા કર્મકાંડીએ વિધી પુરી જ કરવી પડશે અને જો તું આ વિધી પુરી નહિં કરે તો તારો પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેમ કહી બાદમાં તે પરિણીતાનો પતિ કામ ઉપર ગયો હોય ત્યારે અને બંને બાળકો સ્કુલે ગયા હોય ત્યારે વિધી કરવાના બહાને ઘરે આવતો હતો. બાદ પરિણીતાને પતિને ડિવોર્સ આપવા કહી તેમજ જો ડિવોર્સ નહી આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ સમાજમાં બદનામીની બીકે કોઈને જાણ કરી નહોતી. જોકે, પાખંડી તેને અવાર નવાર ફોન કરી સબંધ રાખવા દબાણ કરતો હતો. આખરે પરિણીતાએ પોતાના પરિવારજનોને જાણ કરતા તેના પતિએ તેને હિંમત આપતા સમગ્ર બાબત અંગે ઉત્રાણ પોલીસ મથકમાં અરજી કરી હતી. તેના આધારે ઉત્રાણ પોલીસે ગતરોજ પાખંડી બ્રાહ્મણ(રાહુલ) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *