Surat’s Breaking: સુરતની એક છોકરીએ NEETની પરીક્ષામાં કંઇ એવું કર્યું, એ જાણીને તમે ચોંકી જશો

NEETએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વાર્ષિક ધોરણે લેવાતી પરીક્ષા છે. જે ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ (એમબીબીએસ), ડેન્ટલ (બીડીએસ) અને આયુષ (બીએએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, વગેરે) અભ્યાસક્રમો કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ છે.

ભારતમાં મંગળવારે એટલે કે 4 જૂને નીટ યુજીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓ ટોપ કરવામાં પાછળ નથી. ત્યારે સુરતની ક્રિતી શર્માએ માત્ર સુરત જ નહિ પરંતુ સંપૂર્ણ ભારતમાં નામ રોશન કર્યું છે.

સુરતની ક્રિતી શર્માએ UG નીટમાં 720/720 માર્ક્સ લાવી દેશમાં પહેલા નંબર પર રહી છે. વધુમાં ક્રિતીએ જણાવ્યું કે નીટના સ્કોરને બ્રેક કરવો સહેલો છે, જેના માટે કેટલીક ટિપ્સ છે, જે મેં ફોલો કરી હતી અને તે જ એક્સપિરિયન્સ અહીં શેર કરી રહી છું. પહેલાં તો ક્યારેય સ્ટ્રેસ લઈને અભ્યાસ ન કરો. સ્કૂલ કે કોચિંગ ક્લાસમાં ધ્યાન આપીને ભણો અને નોટ્સ બનાવતા જાવ, કોઈ પણ ડાઉટ હોય તો તરત જ સરને પૂછીને તેને સોલ્વ કરી દો.

ઉદયપુરની ઇશાએ પણ 720/720 સાથે ટોપ કર્યું
NTA એ મંગળવારે સાંજે NEET પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ઉદયપુર એમડીએસ સ્કૂલની વિદ્યાર્થીની ઈશા કોઠારીએ ધ્વજ ફરકાવ્યો છે. ઈશાએ NEETમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. તેણે 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. ઈશાનું સપનું છે કે તે દેશની પ્રતિષ્ઠિત AIIMS દિલ્હીમાંથી મેડિસિનનો અભ્યાસ કરીને દેશની પ્રતિષ્ઠિત ડોક્ટર બનીને ઉદયપુરને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવશે.

છોકરીઓ સાથે છોકરાઓ પણ ટોપ કરવામાં પાછળ નથી
શ્રીગંગાનગરના આદર્શ સિંહ મોયલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UG-2024માં રાષ્ટ્રીય સ્તરે ટોપ કર્યું છે. NEET માં 720 માંથી 720 માર્કસ મેળવીને, મોયલે માત્ર શ્રી ગંગાનગર જ નહીં પરંતુ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. આદર્શને ટોપર બનવા માટે તેના મધુવન કોલોનીના ઘર અને કોચિંગ પ્લેસ પર અભિનંદન પાઠવતા લોકોની ભીડ છે. ઘરમાં માતા-પિતા, ભાઈ-બહેન અને સંબંધીઓમાં ખુશીની કોઈ સીમા નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *