18 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

18 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવામાં સાવધાની રાખવી.

વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે.

મિથુન: આપ નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.

કર્ક : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવામાં ઉત્સાહ રહે.

સિંહ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવવાથી લાભ-ફાયદો જણાય. આવક થાય.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

તુલા : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. બેંકના, વીમા કંપનીના, કામમાં આપે સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ જણાય.

ધન : દિવસ દરમ્યાન આપને સતત કોઈને કોઈ કામકાજ રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે.

મકર : સહકાર્યકર વર્ગ- નોકરચાકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મીન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્વના નિર્ણય લેવામાં આપને સાનુકૂળતા મળી રહે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *