અરે…બાપરે.. બેકાબૂ થયો ઝોમેટો ડિલિવરી બોય, જુઓ જાહેરમાં શું કરવા લાગ્યો – વિડીયો થયો વાયરલ

surties

ભારતમાં હાલમાં સમયમાં લગ્નની સિઝન ધૂમધામ પૂર્વક ચાલી રહી છે. ક્યારેક કોઈના ઘરે લગ્ન હોય તો કોઈના મહોલ્લામાં બેન્ડવાજા સાથે જાન નીકળે. જો તમે સોશિયલ મીડિયા પણ ખોલશો તો તમને લગ્ન સંબંધિત અનેક પોસ્ટ જોવા મળશે. લગ્ન સંબંધિત એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહી છે જેમાં Zomato ડિલિવરી બોય લગ્ન સ્થળની કંઈક અતરંગી સ્ટેપ કરતો જોવા મળે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક માણસ બોલિવૂડના ગીત ‘સપને મેં મિલતી હૈ’ પર ધૂમ મચાવતો જોઈ શકાય છે. આ વ્યક્તિએ ઓનલાઈન ફૂડ ડિલિવરી આઉટલેટ Zomatoનો યુનિફોર્મ પહેર્યો હતો, જે દર્શાવે છે કે તે ફરજ પર છે.

 

View this post on Instagram

 

A post shared by Pulkit Kochar (@pulkitkochar)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે Zomatoનો એક ડિલિવરી મેન લગ્ન સ્થળની નજીક ડાન્સ કરતો જોવા મળે છે. તેનો ઉત્સાહ જોઈને તમે પણ તમારા પગ ટેપ કરવા મજબૂર થઈ જશો.

વિડીયોમાં લગ્નના મહેમાનો પણ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. જ્યારે ડિલિવરી મેન બહાર ઉભા રહીને ક્ષણનો આનંદ માણતો જોવા મળે છે. આ વિડીયોમાં બંને બાજુના લોકો ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વિડીયોમાં લખ્યું છે- ‘સંગીત કોઈ સીમા જાણતું નથી’. જોત જોતામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ભારે ચકચાર મચાવી રહી છે.