રાજકારણમાં જોડાવા અંગે ભાવનગરના યુવરાજ નું ચોંકાવનારું ટ્વિટ – સોશ્યલ મીડિયામાં કર્યો ખુલાસો

Surties - Surat News

હાલ ના સમય માં ગુજરાત ની અંદર ચૂંટણી ને લઇ ને ચારેકોર ચર્ચા નો દોર ચાલી રહ્યો છે. પોલિટિકલ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાલ ગુજરાત ની મુલાકાતે પણ આવી રહ્યા છે. થોડા સમય પહેલાજ આપ નેતા રાઘવ ચઢ્ઢા પણ ગુજરાત- સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા અને ભાવનગર ની મુલાકાત પણ લીધી હતી.

AAPના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને ટ્વિટર પર ટેગ કર્યા હતા. જેથી ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે તેમના ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેરબાની કરીને મને આવી પોસ્ટમાં ટેગ કરશો નહીં. હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી.’

ત્યારબાદ બાદમાં આ AAPના નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને તેમના ટ્વિટનો વળતો જવાબ આપતા કહ્યું કે, ‘ઓકે સર હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ માનનીય યુવરાજ સાહેબ.’

Surties - Surat News

AAPના એક નેતાએ શેર કરેલી પોસ્ટમાં ભાવનગરના યુવરાજને ટેગ કર્યા હતા

આપના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને આપ નેતા રાઘવ ચઢ્ઢાનું ભાવનગરમાં સ્વાગત છે તેવી પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યા હતા. આથી જયવીરરાજસિંહ ગોહીલે હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી એમ સ્પષ્ટ જણાવી દીધું હતું.