અજબ ગજબ પ્રેમ કહાની : બે પત્ની એક સાથે ગર્ભવતી….. ફેમસ યુટ્યુબર ના ફોટા થયા વાયરલ

surties

ભારતના યુટ્યુબર અરમાન મલિક તેની લક્ઝરી લાઈફ અને અંગત વસ્તુઓ માટે ઘણી હેડલાઈન્સ માં જોવા મળતા હોઈ છે. અરમાનની બે પત્નીઓ છે જેના માટે યુટ્યુબરે ઘણી વખત ટ્રોલિંગનો સામનો પણ કર્યો છે. હવે તાજેતરમાં સમાચાર આવ્યા છે કે અરમાનની પત્ની કૃતિકા મલિક અને પાયલ મલિક બંને ગર્ભવતી છે. અરમાનની બંને પત્નીઓ એકસાથે માતા બનવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Payal Malik (@payal_malik_53)

અરમાન મલિકનું યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ભારે ફેન-ફોલોઈંગ છે. અરમાનના ઈન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. અરમાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અરમાનના જીવનમાં સૌથી મહત્વની બાબત એ છે કે તેણે બે વાર લગ્ન કર્યા છે અને બે પત્નીઓ હોવાને કારણે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અરમાનના હેપ્પી મેરિડ લાઈફના વિડીયો ખૂબ વાયરલ થયા છે. હવે સમાચાર આવ્યા છે કે અરમાન મલિકની બંને પત્નીઓ કૃતિકા અને પાયલ મલિક એકસાથે ગર્ભવતી છે. અરમાને તેની બંને પત્નીઓ સાથેના મેટરનિટી ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kritika malik (@kritika_malik_9)

જણાવી દઈએ કે અરમાન મલિકે વર્ષ 2011માં પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ચિરાયુ મલિક નામનો પુત્ર પણ છે. ત્યારબાદ વર્ષ 2018માં અરમાને કૃતિકા મલિક સાથે લગ્ન કર્યા, જે તેની પહેલી પત્ની પાયલ મલિકની સારી મિત્ર રહી છે. આ ત્રણેય યુગલો સોશિયલ મીડિયા પર તેમની રૂટિન લાઈફના વ્લોગ અને રીલ વિડીયો શેર કરીને ચાહકોનું મનોરંજન કરે છે.

બંને પત્નીઓ સાથે પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં પાયલ અને કૃતિકા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે પોઝ આપી રહી છે. જ્યારે કૃતિકા અને પાયલ મેચિંગ આઉટફિટ્સ પહેરતા હતા, અરમાને તેનો લુક કેઝ્યુઅલ રાખ્યો હતો.