સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે જેને જોઈને આપડે ક્યારેક વિચારમાં પડી જતા હોય એ છીએ તો ક્યારેક ખડખડાટ હસી પડીયે છીએ. હાલ સસોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરો રસ્તા પર ચાલતી છોકરીઓની સામે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે અને પછી તેનો જે હાલ થાય છે તે જોઈને તમે હસી પડશો.
વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે એક છોકરો છોકરીઓની સામે સ્ટંટ કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેનું સંતુલન બગડ્યું અને તે જમીન પર ખરાબ રીતે પડી ગયો. નજીક જતાં ખબર પડી કે તેના હાથે ફ્રેક્ચર થયું હતું અને હાડકું ભાંગેલું હતું. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના હાથનું તૂટેલું હાડકું બહાર આવી રહ્યું છે.
सड़क पर स्टंट, संतुलन बिगड़ा और कोहनी से हाथ टूट गया।
कृपया ऐसा न करें।
Vc- FB pic.twitter.com/EAETKrowX9— SACHIN KAUSHIK (@upcopsachin) April 28, 2023
આ વિડીયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે તેને તેના કૃત્યની સજા મળી છે. આ વિડીયો સચિન કૌશિક નામના યુપી પોલીસ કોન્સ્ટેબલે શેર કર્યો છે, ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર યુઝરે લખ્યું કે જેઓ છોકરીઓને સ્કૂલે જતી જોઈને સ્ટંટ કરે છે તેઓ થોડા સમજદાર બનો, નહીં તો આ અકસ્માતો થશે.
આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
Leave a Reply
View Comments