સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથની મદદ માંગી કહ્યું “સોશિયલ મીડિયા પર બોલિવૂડ…”

surties

બોલીવુડ ના નામાંકિત અભિનેતા સુનીલ શેટ્ટીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હિન્દી ફિલ્મ ઉદ્યોગ સામે નફરતને નાબૂદ કરવામાં મદદ કરવા અને સોશિયલ મીડિયા પર બોલિવૂડનો બહિષ્કાર કરવાના વલણને તોડવા વિનંતી કરી. યોગી આદિત્યનાથ મુંબઈની બે દિવસીય મુલાકાતે હતા.

surties

યોગી આદિત્યનાથે મુંબઈની મુલાકાત દરમિયાન સુનીલ શેટ્ટી, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, રાજકુમાર સંતોષી, મનમોહન શેટ્ટી અને બોની કપૂર સહિતના ફિલ્મ જગતના લોકોને મળ્યા હતા. મીટિંગનો એજન્ડા નોઈડા ફિલ્મ સિટીમાં શૂટિંગ અને રોકાણની શક્યતાઓ પર ચર્ચા કરવાનો હતો.

surties

આ દરમિયાન શેટ્ટીએ ફિલ્મી દુનિયાની સમસ્યા સામે મૂકી. સુનીલ શેટ્ટીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને પણ વિનંતી કરી હતી કે તેઓ બોલિવૂડ પરનો “ધબ્બો” દૂર કરવામાં આવે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મદદ કરી શકે.

વધુમાં તમને જણાવીએ કે…
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર 4 જાન્યુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યો હતો. અભિનેતાએ મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશમાં બહુપ્રતીક્ષિત ફિલ્મ સિટી પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. તેમણે તેમની તાજેતરની ફિલ્મ ‘રામસેતુ’ વિશે પણ ચર્ચા કરી હતી અને મુખ્યમંત્રીને તે જોવા વિનંતી કરી હતી. અક્ષય કુમાર અને યોગી આદિત્યનાથની આ મુલાકાત 35 મિનિટ સુધી ચાલી હતી.