વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો બેટ્સમેન કેએલ રાહુલ જાંઘમાં ઈજાના કારણે ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડમાં યોજાવાની છે. આઈપીએલ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રાહુલને ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 7 જૂનથી WTCની ફાઈનલ લંડનમાં રમાવા જઈ રહી છે.
રાહુલને જાંઘમાં ઈજા છે અને ભારતીય બેટ્સમેન ટૂંક સમયમાં સર્જરી કરાવશે. રાહુલને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. WTC ફાઈનલમાંથી રાહુલના બહાર થવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ ટૂંક સમયમાં રાહુલના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવી પડશે.
રાહુલે લગભગ એક વર્ષથી ભારત માટે કોઈ T20I રમી નથી, જ્યારે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ પછી ટેસ્ટ મેચમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, તે હજુ પણ વનડેમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે નિયમિત છે. બીસીસીઆઈ દ્વારા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં તેને ગ્રેડ Aમાંથી ગ્રેડ Bમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી ટીમની વાઈસ કેપ્ટનશિપ પણ છીનવાઈ ગઈ હતી. એવી પ્રબળ સંભાવના હતી કે ઈંગ્લેન્ડમાં તેનો રેકોર્ડ જોતાં તેને વિકેટ કીપર બેટ્સમેન તરીકે WTC માં સામેલ કરવામાં આવશે, પરંતુ તે શક્યતા હવે સમાપ્ત થઈ ગઈ છે.
Leave a Reply
View Comments