જાણીતા વિઝડન મેગેઝિને ઈન્ડિયાની ઓલટાઇમ T20 ટીમ વિશ્વ સામે રાખી. અત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમવા ગયેલી ટીમના 7 ખેલાડીને આ વિઝડનની આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
આ ટીમ સામે આવતા ચોંકાવનારી વાતનો એ ખુલાસો થયો છે કે T20માં ભારતને એકમાત્ર વર્લ્ડ કપ જિતાડનાર પ્રિય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ ટિમમાં શામેલ નથી. આ ટિમમાં વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જે લોકો માટે ચોંકાવનારી છે.
વિઝડને જાહેર કરેલ T20ની ઓલટાઇમ ઇલેવન
1. રોહિત શર્મા
2. વિરાટ કોહલી
3. સૂર્યકુમાર યાદવ
4. યુવરાજ સિંહ
5. હાર્દિક પંડ્યા
6. સુરેશ રૈના
7. દિનેશ કાર્તિક (વિકેટકીપર)
8. આર. અશ્વિન
9. ભુવનેશ્વર કુમાર
10. જસપ્રીત બુમરાહ
11. આશિષ નેહરા
12. વિરેન્દ્ર સેહવાગ
આ ટીમની જાહેરાત કરતી વખતે વિઝડને લખ્યું, કે ‘કોઈપણ ધોરણ અનુસાર ટીમ પસંદ કરવી સરળ નથી. દરેક જગ્યાએ સ્પર્ધા છે. આ ફોર્મેટના શરૂઆતનાં વર્ષોના સ્ટાર્સની સરખામણી આજના ખેલાડીઓ સાથે કરવી સરળ નથી, જે દર વર્ષે IPL રમવામાં 2 મહિના પસાર કરે છે.’ અહીં સૌથી મોટી ગેરહાજરી એમએસ ધોનીની છે, જેણે ભારતનો એકમાત્ર T20 વર્લ્ડ કપ જિતાડ્યો છે.
Leave a Reply
View Comments