CRICKET : ODI વર્લ્ડ કપ 2023 માટે 8 ટીમો ક્વોલિફાય થઈ, જાણો ભારતનું સ્થાન કયા નંબર પર છે

surties

ICC ODI વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે. આ માટે તમામ ટીમોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાર વર્ષ સુધી ચાલનારા ICC વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા 8 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે. આ સાથે જ 2 ટીમો ક્વોલિફાયર રમીને વર્લ્ડ કપમાં જોડાશે.

સુપર લીગનો ઉપયોગ આ વર્ષના ICC મેન્સ વર્લ્ડ કપ માટે મુખ્ય ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ તરીકે કરવામાં આવ્યો હતો અને તેમાં 8 ટીમો ક્વોલિફાય થઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમ નંબર વન પર છે. વર્લ્ડ કપ સુપર લીગમાં ન્યૂઝીલેન્ડે 24માંથી 16 મેચ જીતી છે. આ સાથે જ ઈંગ્લેન્ડ 15 જીત સાથે બીજા નંબર પર છે. બાંગ્લાદેશની ટીમ પણ 15 મેચમાં જીત સાથે ત્રીજા નંબર પર હાજર છે.

વર્લ્ડ કપની યજમાન હોવાના કારણે ભારતીય ટીમ પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકી છે. તે વર્લ્ડ કપ સુપર લીગમાં 21 મેચમાં 13 જીત સાથે ચોથા નંબર પર છે. પાકિસ્તાન 13 જીત સાથે પાંચમા અને ઓસ્ટ્રેલિયાની ટીમ 12 જીત સાથે છઠ્ઠા ક્રમે છે. અફઘાનિસ્તાનની ટીમ સાતમા નંબર પર અને દક્ષિણ આફ્રિકાની ટીમ આઠમા નંબર પર છે.

વર્લ્ડ કપ સુપર લીગમાં 8મા ક્રમે રહેલી ટીમો 18 જૂનથી શરૂ થતા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં રમશે. વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, નેપાળ, ઓમાન અને સ્કોટલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતની ટીમો એકબીજા સાથે રમશે. આમાંથી બે ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, પરંતુ આ ટીમો સીધા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શકી નથી.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો