World : Russia માં પેરાશૂટથી લહેરાયો ત્રિરંગો, સૂરજની રોશનીમાં દેખાયો વધુ સુંદર

World : Tricolor waved by parachute in Russia, looked more beautiful in sunlight
World : Tricolor waved by parachute in Russia, looked more beautiful in sunlight

વિશ્વના ઘણા દેશોમાં ભારતીય દૂતાવાસોમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક દૂતાવાસમાં અનોખી રીતે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ રશિયામાં ભારતીય એમ્બેસીએ આ અવસરને ખૂબ જ ખાસ બનાવ્યો હતો. રશિયામાં જમીનથી સેંકડો કિલોમીટર ઉપર પેરાશૂટ દ્વારા ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

ઉગતા સૂર્ય અને નીચે લીલી ધરતી વચ્ચે લહેરાતો ત્રિરંગો ખૂબ જ ભવ્ય લાગતો હતો. રશિયામાં ભારતીય દૂતાવાસે આ પ્રસંગનો વીડિયો શેર કર્યો છે. આ વિડિયો માટે કૅપ્શન તરીકે લખ્યું છે. રશિયાના આકાશમાં ઉંચો લહેરાતો ત્રિરંગો આપણને એવા પ્રસંગ પર ગર્વ કરવાની તક આપી રહ્યો છે જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃતની ઉજવણી કરી રહ્યા છીએ અને દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ ચાલી રહી છે.

અહીં જુઓ વિડીયો :

ટ્વિટર પર અત્યાર સુધીમાં આ વીડિયોને 38 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને પણ ટેગ કરવામાં આવ્યા છે. વીડિયોની શરૂઆત “સત્યમેવ જયતે” સંદેશથી થાય છે. લગભગ દોઢ મિનિટના આ વીડિયોના અંતે 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસના આ વીડિયોમાં વાદળી આકાશમાં લહેરાવતો ત્રિરંગો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

આ ઉપરાંત આ દિવસે એમ્બેસેડર પવન કપૂરની હાજરીમાં રશિયન એમ્બેસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્રિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રપતિનો સંદેશ વાંચ્યો.