વિશ્વભરમાં હજુ પણ આપણી કોરોના સામેની લડાઈ ચાલી રહી છે. દરમિયાન, ચીનમાં વધુ એક નવા વાયરસના આગમનથી ગભરાટનું વાતાવરણ છે. તાઈવાનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, ચીનમાં ઝૂનોટિક લેંગ્યા વાયરસ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, આ નવા વાયરસથી અત્યાર સુધીમાં ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. સામે આવેલા એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 35 લોકો આ વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેને લેંગ્યા હેનિપાવાયરસ પણ કહેવામાં આવ્યો છે.
પૂર્વી ચીનના શેનડોંગ પ્રાંત અને મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં લાંગ્યા હેનીપાવાયરસના ચેપના કેસ મળી આવ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વાયરસની ઓળખ અને તેના ફેલાવા પર નજર રાખવા માટે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવનાર છે.
શું લેંગ્યા વાયરસ પ્રાણીઓ દ્વારા ફેલાય છે?
ચીનમાં નવા લાંગ્યા વાયરસના પ્રકોપની પુષ્ટિ થઈ છે. આ નવા પ્રકારનો વાયરસ પ્રાણીઓમાંથી ફેલાઈ રહ્યો છે, જેને લેંગ્યા હેનીપાવાઈરસ લેવી પણ કહેવામાં આવે છે. આ વાયરસ માણસોને ચેપ લગાવી શકે છે. પૂર્વી ચીનના શેનડોંગ પ્રાંત અને મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં વાયરસનો સંક્રમણ સૌથી વધારે જોવા મળ્યો હતો. ચીન અને સિંગાપોરના વૈજ્ઞાનિકો દ્વારા ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન (NEJM) માં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, વાયરસે બંને પ્રાંતોમાં અત્યાર સુધીમાં 35 લોકોને ચેપ લગાવ્યો છે.
હેનીપાવાયરસના ચેપના લક્ષણો શું છે?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, થોડા દિવસોમાં પહેલા ચીનમાં તાવના દર્દીઓના ગળાના સ્વેબ સેમ્પલમાં એક નવો પ્રકારનો હેનીપાવાયરસ જોવા મળ્યો હતો, જેનો ઇતિહાસ પ્રાણીઓના સંપર્કનો હતો. સંશોધનમાં ભાગ લેનારા એક્સપર્ટ એ જણાવ્યું હતું કે આ નવો હેનીપાવાયરસ પ્રાણીઓમાંથી આવ્યો હોઈ શકે છે, જેની સાથે કેટલાક તાવના કેસ સાથે સંકળાયેલા છે. જ્યારે આ વાયરસનો ચેપ લાગે છે, ત્યારે લોકોને તાવ, થાક, ઉધરસ અને ઉબકા જેવી ફરિયાદ રહે છે. શેનડોંગ અને હેનાન પ્રાંતોમાં, લંગ્યા હેનીપાવાયરસ ચેપના 35 કેસમાંથી 26માં તાવ, ચીડિયાપણું, ઉધરસ, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા શું કહે છે?
તાઇવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે જણાવ્યું હતું કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાયરસ માનવથી માનવમાં ફેલાતો નથી. જો કે, આ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે વધુ માહિતી આવે ત્યાં સુધી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. બીજી બાજુ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડેટા અનુસાર, લેંગ્યા હેનીપાવાઈરસ પ્રાણીઓ અને મનુષ્યોમાં ગંભીર રોગ પેદા કરી શકે છે અને તેને જૈવ સુરક્ષા સ્તર 4 વાયરસ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જેમાં મૃત્યુ દર અત્યારસુધી 40-75 ટકા વચ્ચે છે.
Leave a Reply
View Comments