મુશળધાર વરસાદ (Rain )અને પીગળતા ગ્લેશિયર્સ પાકિસ્તાનમાં પાયમાલી ચાલુ રહ છે, જેમાં લગભગ 1,300 લોકો મૃત્યુ પામ્યા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ઝાડા અને મેલેરિયા જેવા રોગોને ફેલાતો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. પૂરમાં પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ ડૂબી ગયો છે, જેના કારણે 33 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઉપરાંત, પાકિસ્તાનની પહેલેથી જ અસ્થિર અર્થવ્યવસ્થાને $12.5 બિલિયનનું નુકસાન થયું છે.
પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર, પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 26 લોકોના મોત થયા છે, ત્યારબાદ રવિવારે કુલ મૃત્યુઆંક વધીને 1,290 થયો છે જ્યારે 12,588 લોકો ઘાયલ થયા છે. NDMAનું કહેવું છે કે એકલા સિંધ પ્રાંતમાં 492 લોકોના મોત થયા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 286, બલૂચિસ્તાનમાં 259, પંજાબમાં 188, કાશ્મીરમાં 42, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં 22 અને ઈસ્લામાબાદમાં એકના મોત થયા છે.
સરકારી ડેટા અનુસાર, પૂરમાં 5,563 કિલોમીટર સુધીના રસ્તાઓ નાશ પામ્યા છે અને 243 પુલને નુકસાન થયું છે. આ સાથે, 1,468,019 ઘરોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે અને 736,459 પશુઓ મૃત્યુ પામ્યા છે.
Leave a Reply
View Comments