બિચારી મહિલા : જુઓ આ વ્યક્તિ એ મહિલાની કેવી સળી કરી, તમે ઓફિસમાં આવું નહિ કરતા…

surties

કેયલીક વખત આપડે આપડી નોકરી દરમિયાન કામ માં એટલા બધા મશગુલ થઇ જઇયે છીએ કે આપણને ખબર પણ નથી પડતી કે આપણી પાછળ શું ચાલી રહ્યું છે. નોકરી સંબંધિત અનેક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોઈ છે, કેટલાક વિડીયો કોમેડી હોઈ છે તો કેટલાક વિડીયો આપણને વિચારવા પર મજબુર કરી દેતા હોઈ છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા કર્મચારી કામ દરમિયાન સહકર્મીઓની મસ્તી નો શિકાર બને છે. આ વિડીયો ખુબજ ફની હોવાથી લોકો વારંવાર લૂપ માં જોઈ રહ્યા છે અને માજા માની રહ્યા છે.

આ વિડીયોમાં એક દુકાનમાં ત્રણ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું જોવા મળે છે. સામે બે મહિલાઓ ગ્રાહકો સાથે વાત કરી રહી છે, આ દરમિયાન પાછળ ઉભેલો એક કર્મચારી મસ્તી કરવાનું વિચારે છે એન કામ કરી રહેલી મહિલા કર્મચારીના પગને ધીમેથી ધક્કો મારે છે, અને આ સાથે જ મહિલા કર્મચારી નીચે પડી જાય છે. જોકે, બાદમાં તે કર્મચારી પોતે જ તે મહિલાની સંભાળ લે છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો પર લોકો પોતાની અવનવી રમુજી કોમેન્ટ કરતા પણ નજરે ચડ્યા છે.