તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? જાણો નોટ બદલવાની છેલ્લી તારીખ, એક સાથે કેટલા રૂપિયા બદલાશે?

surties

અરે…બાપરે…શું હવે 2000 રૂપિયાની નોટ નહિ ચાલે ? અરે નહિ તમે બિલકુલ ચિંતા નહિ કરો અહીં તમારા તમામ પ્રશ્નોનનું સમાધાન છે. ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે
RBI દ્વારા સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. RBIએ 2000ની નોટનું સર્કુલેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

surties

ભારતીય રિઝર્વ બેંકે એક સમયમર્યાદા નક્કી કરી છે કે તમે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. જો તમારી પાસે 2000ની નોટ છે તો ગભરાશો નહી. જો કે તમને જણાવી દઈએ કે તેનાથી તમારા રૂપિયાની વેલ્યું સમાપ્ત થશે નહીં અને તમારે કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં.

surties

તમને સૌથી મોટી વાત જણાવી દઉ કે, નોટ લઈને નોટબંધીનો વિચાર ન કરવો જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં સમજી લો કે તમે અત્યારે આ 2000 રૂપિયાની નોટ બજારમાં ચલાવી શકો છો. તમે તેમાંથી સામગ્રી ખરીદી શકો છો. તમે કોઈપણ સાથે 2000 રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી. એટલે કે, આ તારીખ પહેલા, તમે આ નોટો તમારી બેંકમાં પરત કરી શકો છો. તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ હજુ પણ 2000 રૂપિયાની જ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા સહી કરાયેલ વાક્ય ‘હું ધારકને રૂ. 2000 ચૂકવવાનું વચન આપું છું’. હજુ પણ માન્ય રહેશે.

surties

કોઈપણ બેંકમાં 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ એક વખતમાં બદલાવી શકશો. 2000 રૂપિયાની નોટો જમા કરાવતા પહેલા તમારા પરિવાર સાથે આ વાત જરૂરથી શેર કરજો.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો