ગુજરાતના અમરેલીના લીલીયાથી એક ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લીલીયા ગામ ખાતે રહેતા ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાર બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અમરેલીના લીલીયામાં પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પત્નીએ પણ જીવનનો અંત લાવી દીધાની ઘટના સામે આવી છે.
હાર્ટ એટેકથી પતિના મોત બાદ પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પતિ-પત્નીની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું હતું. એક સાથે બે અર્થીઓ ઉઠતા લીલીયા ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા પરિવારજનો તો આઘાતમાં હતા જ પરંતુ આ આઘાત તેની પત્ની પણ સહન કરી શકી. પતિના મૃત્યુના સમાચાર મળતા જ પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. પતિના મોતના વિયોગમાં પત્ની પ્રિન્સીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.
6 માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુગલની એકસાથે અંતિમ યાત્રા નીકળી હતી. આ સમયે પરિવારનો આક્રંદ પણ વાતાવરણમાં કંપારી છોડાવી દેનારો હતો. તો એક સાથે બે અર્થીઓ ઉઠતા લીલીયા ગામમાં પણ શોક છવાયો હતો.
Leave a Reply
View Comments